માળીયા (મી.) : પેસેન્જરે બસમાં મળેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરી ઈમાનદારી દાખવી

- text


પેસેન્જરે મજૂરનો મોબાઈલ પરત કર્યો અને આવવા-જવાનું ભાડું પણ આપ્યું

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામના રહીશનો મોબાઈલ બસમાં ભુલાઈ ગયો હતો. એક પેસેન્જરને આ મોબાઈલ બસમાં મળ્યો હતો. જે મોબાઈલ પેસેન્જરે મૂળ માલિકને પરત કર્યો તેમજ આવવા-જવાનું ભાડું પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે પેસેન્જરે ઈમાનદારી દાખવી માનવતા મહેકાવી છે.

- text

મોટા દહીંસરા ગામના રહીશ વલ્લભભાઈ ટપુભાઈ ખાનગી ટ્રાવેલ્સની બસમાં જામનગરથી આવતા હતા. ત્યારે જાંબુડા ગામથી દેવજી દેવીપૂજક મજૂરી કામેથી પરત ફરતો હતો. ત્યારે તે બસમાં મોબાઈલ ભૂલી ગયા હતા. આ મોબાઈલ વલ્લભભાઈને મળતા તેણે મૂળ માલિકની તપાસ કરી તેનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વલ્લભભાઈએ મોબાઈલ દેવજીભાઈને પરત કર્યો અને આવવા-જવાનું બસનું ભાડું પણ આપ્યું હતું. આમ, વલ્લભભાઈએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text