ભુજ પોલીસની બોલેરો કારને હળવદ નજીક અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાઈ

- text


ટ્રક ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી બોલેરો કાર અથડાતા પીએસઆઇ સહિત ત્રણને ઇજા થઇ

હળવદ : હળવદ નજીક કચ્છ-ભુજની પોલીસની બોલેરો કારને અકસ્માત નડ્યો હતો.જેમાં ટ્રક ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ભુજ પોલીસની બોલેરો કાર અથડાતા પીએસઆઇ સહિત ત્રણને ઇજા થઇ હતી.હળવદ પોલીસે આ બનાવ અંગે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા કેશરભાઇ કાળુભાઇ કોલાએ ટ્રક નં જી જે ૧૨ એયુ ૭૫૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ હળવદ માળીયા હાઇવે રોડ નવા દેવળીયા ગામના પાસે રોડ ઉપર આરોપી જીજે ૧૨ એયુ ૭૫૧૮ નંબરના ટ્રક ચાલકે પોતાની ટ્રક બેદરકારી પુર્વક હંકારી ટ્રકને કોઇ પણ સંકેત સીગ્નલ આપ્યા વગર ટ્રેક બદલી કરી અચાનક બ્રેક મારતા પાછળ આવતી ભુજ પોલીસની ફરીયાદીના હવાલા વાળી સરકારી બોલેરો નંબર જીજે ૧૮ જીએ ૨૬૬૧ વાળી ટ્રક પાછળના ભાગે અથડાય જતા ફરીયાદી, સાહેદ પીએસઆઇ પટેલ , પો.હેડ.કોન્સ નિરવભાઇને માથાના ભાગે તથા સાથેના આરોપી સાહેદ કિશોરભાઇને શરીરે મુંઢ સામાન્ય ઇજા પહોંચી હતી તથા સરકારી બોલેરો વાહનમાં આગળના ભાગે અંદાજીત રૂ દોઢ થી બે લાખ રૂપિયા જેટલાનુ નુકશાની કરી ટ્રક મુકી ચાલક નાશી છૂટ્યો હતો.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text