લક્ષ્મીનગર ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે.જેમાં એસ.ટી.મા ડ્રાઇવર તરીકે નોકરી કરતા જગદીશભાઇ વીઠ્ઠલભાઇ ઢાપાએ આરોપી ટ્રક નં-GJ-12-Z-1526 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, લક્ષ્મીનગર ગામ નજીક મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ગત તા.૧૦ ના રોજ આરોપી ટ્રક નં- GJ-12-Z-1526 ના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી નેશનલ હાઇવેના ડીવાઇડર ઠેકાડી એસ.ટી. બસ નબર GJ-18-Z-3238 સાથે ભટકાડી એક્સીડન્ટ કરતા બસને નુકશાન થયું હતું તેમજ બસમા બેઠેલ પસેન્જરોને ઇજાઓ પહોંચી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text