ઢુંવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રકચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ગત તા. 30ના રોજ ઢુંવા ગામે એસ્સાર પેટ્રોલ પંપ નજીક ટ્રક રજી નં. આર.જે.-02-જી.બી.-0942 હાઇવે રોડ ઉપર રોંગ સાઇડમાં પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી રહેલ રીક્ષા નં. જી.જે.-૩૬-યુ-૬૦૫૨ ને હડફેટે લેતા ફરીયાદી જિતેનભાઇ ધરમશીભાઇ ચારોલીયાને માથાના ભાગે તથા શરીરે ડાબા હાથે મુંઢ ઇજા તેમજ સાહેદ સંદિપ પુનાભાઇને શરીરે મુંઢ ઇજા થઇ હતી. હાલમાં પોલીસે ટ્રકચાલકની શોધખોળ આદરી છે.

- text

- text