“તું કેમ આ જમીન પર આવ્યો છો” તેમ કહી વૃદ્ધને ધક્કો મારી પાડી દીધા

- text


હળવદ : હળવદમાં મારમારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ પંથકમાં “તું કેમ આ જમીન પર આવ્યો છો” તેમ કહી એક શખ્સે વૃદ્ધને ધક્કો મારી પાડી દીધા હતા. તેમજ જાતિ પ્રત્યે હડધૂત કરતા એટ્રોસીટીની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અને ખેતીકામ કરતા કાનજીભાઇ જલાભાઇ વાઘેલા (ઉ.વ.૭૨) નામના વૃદ્ધે આરોપી ટંકારાના રમેશભાઇ ઘોઘાભાઇ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૩/૧૦/૨૦૨૦ ના રોજ સુસવાવ ગામની સીમમા આરોપીએ ફરીયાદીને કહેલ કે “તુ કેમ આ જમીન પર આવેલ છો” તેમ કહી ધક્કો મારી પાડી દઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે એટ્રોસીટી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text