મોરબી : કેનાલમાં ડૂબી જતા યુવતીનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે યુવતી કેનાલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 1ના રોજ નીચી માંડલ ગામમાં રહેતા રમાબેન રેણસીંગ ભુરીયા (ઉ.વ. 18) કેનાલમાં કપડા ધોતી હતી. ત્યારે અકસ્માતે પગ લપસી ગયો હતો. આથી, પાણીમાં પડી જતા તે ડુબી ગઈ હતી. અને તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text

- text