મોરબી જિલ્લામાં કોરોનાની રસીના સંગ્રહ માટે 48 ફ્રીજની વ્યવસ્થા કરાઈ

- text


વેક્સિનેશન માટે 48 હજાર ઇન્જેક્શન સિરીંજ આવી : 900 ટીમો દ્વારા જિલ્લાભરમાં સઘન સર્વે પૂર્ણ કરાયો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેકસીન આપવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોરોના વેકસીન માટે આરોગ્ય તંત્ર દ્વારા ચાલતો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. સર્વેમાં 50 વર્ષથી ઉપરના 2,0923 લોકો અને 50 વર્ષથી નીચેનામાં 6768 જેવા લોકો ગંભીર રોગો પીડિત હોવાનું જાહેર થયું છે. ટોટલ આરોગ્ય વિભાગની 900 ટીમો દ્વારા જિલ્લાભરમાં સઘન સર્વે કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની 900 ટીમોમાં મોરબી સીટીમાં 200, વાંકાનેર સીટીમાં 50, હળવદ સીટીમાં 50 આ સિવાયની ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કર્યો હતો. જિલ્લામાં વેકસીન રાખવા માટે 42 જેટલા ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ પીએચસી, સીએચસી સેન્ટરોમાં દરેકમાં એક ડીપ અને એક સાદુ મળીને બે ફ્રીજ રાખવામાં આવ્યા છે. જિલ્લાના મુખ્ય વેકસીન સેન્ટરોમાં જે જ્યાંથી કોરોના વેકસીન સપ્લાય થશે ત્યાં પાંચ ફ્રીજ અને ત્રણ ડીપ ફ્રીજ રાખવામાં આવ્યા છે. આ રીતે કોરોના વેકસીન આપવા માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે કોરોના વેકસીન માટે 48 હજાર ઇન્જેક્શન સિરીંજ આવી ગઈ છે. જેમ જરૂર પડશે એમ બીજા ઇન્જેક્શનો આવશે. આથી, જે રીતે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે તે જોતા આગામી ટૂંક સમયમાં કોરોના વેકસીન આપવાનું શરૂ થાય તેવી ધારણા છે.

- text

- text