કૈપેક્સીલની વર્ચ્યુઅલ AGM મીટીંગ યોજાઈ, નિલેષ જેતપરીયાએ મોરબી સીરામીકના પ્રશ્નોની ચર્ચા કરી

- text


મોરબી : આજે સીરામીક પેનલ – કૈપેક્સીલ (Ceramics & Allied Products Incl. Refractories Panel)ની વર્ચ્યુઅલ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કૈપેક્સીલના સિનિયર વાઇસ ચેરમેન નિલેષ જેતપરીયાએ મોરબીના સીરામીક ઉદ્યોગના પ્રશ્નોની ચર્ચા કરી હતી.

આજે કૈપેક્સીલની એજીએમ વર્ચ્યુઅલ મિટિંગમાં કૈપેક્સીલના વાઇસ ચેરમેન અને મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાજરી આપેલ હતી. અને તેમણે મોરબીના સીરામીક ઉદ્યોગના બે પ્રશ્નોની ચર્ચા કરેલ હતી. જેમાં મુન્દ્રા પોર્ટ ઉપર ચેક પેકેજની તકલીફ તેમજ જીસીસીના એન્ટીડમ્પિંગ બાબતે રજુઆત કરેલ હતી. આ મિટિંગમાં બી. વી. શિવાંગકુમારી, પી. કે. અગ્રવાલ, એસ. કે. સિન્હા, અંકન બોઝ, કૈપેક્સીલના ચીતલીયા સર સહિતના અગ્રણીઓ જોડાયેલ હતા.

- text

- text