યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના જન્મદિવસે ઝૂંપડપટ્ટીના બાળકોને ભાવતું ભોજન કરવાયુ

- text


 

આપવાના આનંદ હેઠળ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. તેઓના જન્મદિવસની આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટીના બાળકોને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. સેવાને જ પોતાનો ધર્મ માની યંગ ઇન્ડિયા ગ્રુપના નેજા હેઠળ અનેક સેવાકાર્યોની ભરમાર વર્ષાવનાર દેવેનભાઈ રબારીએ તહેવારોની અનોખી ઉજવણી કરી જરૂરિયાતમંદોને રાજી રાખવામાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આજે તેઓના જન્મદિવસ નિમિતે ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે. તેઓએ આજે પોતાના તથા તેમના ભાણેજ મયુરના જન્મદિવસ નિમિતે મોરબી શહેરના પછાત વિસ્તાર અને ઝુપડપટ્ટીના બળદેવતાઓ અને દરિદ્રનારાયણ સ્વરૂપ માનવોને તેમનું મનગમતું ભોજન કરાવીને જન્મદિવસની ખરાઅર્થમાં ઉજવી બળદેવતાઓના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત કરી અનોખી અનુભૂતિનો એહસાસ કર્યો હતો.

- text