મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં આગની ઘટનાને પહોંચી વળવા મોક એક્સાઇઝ યોજાઈ

- text


 

હોસ્પિટલની નોઝલમાંથી પાણીની લાઈન ચાલુ ન થઈ અને સ્ટાફને આગ બુઝવવાની પ્રાથમિક જાણકારી જ ન હોવાનું ખુલ્યું

મોરબી : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટનાને પગલે મોરબીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર વધુ ગંભીર બન્યું છે અને મોરબીની કોવિડ હોસ્પિટલો,સરકારી કચેરીઓ, સહિતના સ્થળોએ ફાયર સેફટીની પૂરતી સુવિધાઓ છે કે નહીં તે અંગે તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.તેમજ આગ લાગે ત્યારે કેવી રીતે બુઝાવવી તે અંગે મોક એક્સાઈઝનું આયોજન કરવામાં આવે છે જેમાં ગઈકાલે મોરબીની કલેકટર અને મામલતદાર કચેરી બાદ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ક્રિષ્ના હોસ્પિટલમાં મોક એક્સસાઈઝ યોજાઈ હતી.

- text

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સંભવિત આગ લાગે તો સ્ટાફ બુઝાવવ સક્ષમ છે કે કેમ તે અંગે ચકાસણી કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આજે મોક એક્સસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ સ્ટાફ અને આપદા મિત્રો હાજર રહ્યા હતા.ક્રિષ્ના હોસ્પિટલમાં મોક એક્સસાઈઝ દરમ્યાન આ હોસ્પિટલની પાણીની નોઝલમાંથી પાણી તરત ચાલુ થયું ન હતું.પાણીના વાલ્વ પણ યોગ્ય રીતે સેટ કર્યા ન હતા.આ ઉપરાંત સ્ટાફને પણ આગ બુઝવવાની પ્રાથમિક માહિતી ન હતી આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જરૂરી તાલીમ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગ લાગે ત્યારે રાહત અને બચાવની કેવી રીતે કામગીરી કરવી તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.ફાયર સેફટીના પૂરતા સાધનો હોય તો પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે જ્ઞાન હોવાનું જરૂરી હોવાની પણ ટકોર કરી હતી.અમુક ફાયરના સાઘનો યોગ્ય રીતે રાખ્યા ન હોય તે અંગે પણ તકેદારી રાખવાની સૂચના આપી હતી. ક્રિષ્ના હોસ્પિટલ શહેરમાં હોવા છતાં ફાયરની ટીમ 13 મિનિટ મોડી પહોંચી હતી.

- text