મોરબી : BCAની પરીક્ષામાં આર.ઓ. પટેલ કોલેજની બે વિદ્યાર્થીનીઓ પ્રથમ અને દ્વિતીય સ્થાને

- text


મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજની બેચલર ઓફ કમપ્યુટર એપ્લિકેશનની વિદ્યાર્થિની જાકાસણિયા જીંકલબેન અમૃતલાલએ યુનિવર્સિટી કક્ષાએ દ્વિતીય અને મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. તદુપરાંત્ત આદ્રોજા ઝલકબેન પ્રવીણભાઈએ યુનિવર્સિટી કક્ષાએ નવમો ક્રમાંક તથા મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજતું કર્યું છે.

બન્ને વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કમ્પ્યુટર વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી બન્ને વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

- text