વાંકાનેરના કોઠારીયા ગામ પાસે દૂધ ભરેલી બોલેરો પિકઅપ ગાડીને અકસ્માત નડ્યો

- text


ચાલુ ગાડીએ ટાયર ફાટતા ગાડી વૃક્ષ સાથે ટકરાઈ : સદનસીબે વાહનચાલકનો આબાદ બચાવ

વાંકાનેર : વાકનેરના કોઠારીયા ગામ પાસે આજે દૂધ ભરેલી બોલેરો પીકઅપ ગાંડીને અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલુ ગાડીએ ટાયર ફાટતા બોલેરો ગાડી રોડ ઉપરથી નીચે ઉતરીને બાજુના વૃક્ષ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બોલેરો ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો.

- text

આ અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પીપળીયા રાજ ગામ પાસ આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી સ્વરાજ દૂધની ડેરીના બોલેરો પીકઅપ વાહનનો દૂધની ડિલિવરી માટે ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન આ ડેરીનું દૂધ ભરેલ બોલેરો ગાડી આજે બપોરના સમયે વાંકાનેરના કોઠારીયા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ચાલુ ગાડીએ બોલેરો ગાડીનું ટાયર અચાનક ફાટ્યું હતું. એ સાથે જ ચાલકે બોલેરો ગાડી પરથી કાબુ ગુમાવતા બોલેરો ગાડી રોડ ઉપરથી નીચે ઉતરીને બાજુના લીમડાના વૃક્ષ સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

- text