મોરબી : બોગસ વીમા પોલિસીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના બોગસ વીમા પોલિસીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસતા ફરતા આરોપી પ્રશાંત વજુભાઇ કોડીનારીયા ઉ.વ.33 રહે. હાલ પટેલ પાર્ક, ગ્રીન સિટી સામે, વૃંદાવન સોસાયટી-1, જડેશ્વર મહાદેવ મંદિર સામે, રાહુલ હારમોનિય એપાર્ટમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક સામે, તા.જી. જામનગરવાળાને સરકારી હોસ્પિટલ પાસેથી એસઓજીએ પકડી પાડી તાલુકા મથકને સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસઓજી એએસઆઈ ફારૂકભાઈ પટેલ, હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, કોન્સ.સતિષભાઈ ગરચર, ભરતસિંહ ડાભી, કોન્સ.સંદીપભાઈ માવલા રોકાયેલ હતા.

- text

 

- text