ટંકારામાં ભારે વરસાદથી તૂટેલા ચેકડેમ અને ખેતરને જોડતા કોઝવેનું કામ તાકીદે ચાલુ કરવા રજૂઆત

- text


ભારે વરસાદને કારણે તબાહ થયેલ ને હવે ફરી કાર્યરત કરવા તંત્ર કામે વળગે એ જરૂરી : કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણી

ટંકારા : ટંકારામા ભારે વરસાદથી ટુટેલા ચેકડેમ અને ખેતરને જોડતા ક્રોઝવેનુ કામ તાકીદે ચાલુ કરવા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીની નાની સિંચાઈ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ટંકારામા છેલ્લા ત્રણેક વર્ષથી અધધધ વરસાદથી ખાસુ એવુ નુકસાન જોવા મળે છે. અને રસ્તાથી લઈને પાણી સંગ્રહના ચેકડેમ, તલાવડા પણ તૂટી છે. જેમા ટુટેલા તલાવડામા ત્રણ વર્ષથી પાણી રહેતુ નથી. જેથી, ખેડુતોને મુશ્કેલી થાય છે. ખેડૂતોએ સિઝનમા વાવેતર કર્યું હોય ત્યારે પિયત ન આપી શકતા નુકસાન થાય છે. બીજી બાજુ ટંકારા, કોઠારીયા, નવા અમરાપર, હડમતીયા ગામને જોડતો શોર્ટ કટ રસ્તો, જ્યાં 66 કેવી સબ સ્ટેશન, સારણ ડેમ અને ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યા જવાનુ એક માત્ર ડેમી નદીનુ પુલિયું પણ તુટી ગયુ છે. એને રીપેર કરવા માટે ટંકારા તાલુકા કારોબારી ચેરમેન અને ક્રોગેસ પ્રમુખ ભુપત ગોધાણીએ નાની સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરી રૂબરૂમા આ કામ તાકીદથી કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત, ખોડીયાર મંદિરના ધુનાવાળુ તલાવડુ, સારણ ડેમ નીચેના બે તલાવડા, ધજારીયાનો ચેકડેમ સહિતના ટંકારાના તબાહ થયેલ પાણી સંગ્રહને નમુનાદાર રીપેર કરી યોગ્ય કરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા રાજાશાહી વખતના બાંધવામાં આવેલ પાઝ-તલાવડા હજી અકબંધ છે અને એક કાકરી પણ ખરી નથી. જ્યારે પ્રજા સેવકે કરેલા વિકાસના કામ ઉપર અનેક વખત પાણી ફરી વળ્યું છે, જે પણ અજીબ ઘટના છે.

- text

- text