ટંકારામાં ભારતીય કિશાન સંઘની બેઠક યોજાઈ

- text


ટંકારા તાલુકા મહામંત્રી અને યુવા આયામ અધ્યક્ષની નિમણુંક કરાઈ

ટંકારા : ગઈકાલે ભારતીય કિશાન સંઘ – મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાની મિટિંગ ટંકારામાં પ્રભુચરણ આશ્રમ ખાતે મળી હતી. જેમાં રાજકોટ જિલ્લા ભારતીય કિશાન સંઘ પ્રમુખ દિલીપભાઈ સખીયા, મોરબી જિલ્લા પ્રમુખ જિલેશ કાલરીયા, ટંકારા તાલુકા પ્રમુખ જયેશભાઇ કામારીયા તથા અન્ય કાર્યકર્તા તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં નવા હોદેદારોની નિમણુંક પણ કરવામાં આવી હતી. જેમાં પંકજભાઈ ગજેરાની ટંકારા તાલુકા મહામંત્રી તરીકે તથા અરવિંદભાઈ ચીકાણીની યુવા આયામ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

- text

- text