MDHના માલિક ધર્મપાલ ગુલાટીએ રૂ. બે કરોડનું અનુદાન આપી ટંકારાને વિકસાવવાનું સપનું જોયેલું..

- text


MDH મસાલાના માલિક અને ચુસ્ત આર્યસમાજને વરેલા ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની જૈફ વયે નિધન

મોરબી : મસાલા કિંગના નામે જાણીતા MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું આજે સવારે નિધન થયેલ છે. કિંગ ઓફ ધ સ્પાઈસીઝ, દાનવીર અને પ્રખર આર્ય વિચારક એવા પદ્મભૂષણ ધર્મપાલજી માતા ચનનદેવી હોસ્પિટલમાં ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને કારણે દાખલ હતા. જ્યાં આજે તેમણે 98 વર્ષની જૈફ ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો.

મહાશય ધર્મપાલજી ચુસ્ત આર્યસમાજી અને ઋષિ પ્રેમી હતા. યજ્ઞ, પ્રાણાયામ, સંધ્યા સહિત તમામ ક્રિયા નિયમિત કરતા હતા. તેઓ આ વર્ષની 22 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીએ બોધોત્સવમા ઋષિ-ભૂમિ ટંકારામાં પધાર્યા હતા. તે કાર્યક્રમમાં રૂ. બે કરોડનુ અનુદાન આપી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિને વિકસાવવાનુ તેમણે સ્વપ્ન જોયું હતું. અનુદાનની જાહેરાત વખતે રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર હતા.

MDH મસાલાની જાહેરાતમાં દેખાતા વડીલ ધર્મપાલજી ટંકારાને પાવનભુમી ગણાવી જીવનમા એક વખત અવશ્ય દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારામાં પધારવા લોકોને જણાવ્યું હતું. તેમના નિધનના દુઃખદ સમાચાર મળતા ટંકારા આર્યસમાજ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને આર્ય સમાજે ઋષિ પ્રેમી વિભૂતી ગુમાવ્યાનુ દુખ વ્યક્ત કર્યું હતું.

- text

- text