લગ્ન કે અન્ય કોઈ ફંક્શન માટે પોલીસ વિભાગની મંજૂરીની જરૂર નહીં : ગૃહમંત્રીની જાહેરાત

સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે

મોરબી : મોરબી સહિત હવે રાજ્યભરમાં લગ્ન કે અન્ય કોઈ ફંક્શન માટે પોલીસની મંજૂરીની જરૂર રહેશે નહીં. આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સતાવાર જાહેરાત કરી દીધી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની કોઈ મંજૂરી લેવાની રહેતી નથી. સમારંભના સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.

તેઓએ ઉમેર્યું કે નિયમ મુજબ સમારંભમાં સેનીટાઇઝરની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેવુ જોઈએ. રાત્રી કરફયુ જે શહેરોમાં અમલમાં છે ત્યાં કરફ્યુના સમયગાળા દરમિયાન લગ્ન કે ફંક્શનનું આયોજન કરી શકાશે નહીં.