દિવાળીના તહેવારોમાં પણ કોરોના સામેની જંગમાં આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં લોકો કોરોના અંધકારને ભૂલીને સજાગતા સાથે ઉજસના પર્વ દીપોત્સવી અને નૂતન વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જોકે લોકો કોરોના સામે સાવચેત રહીને ઘરેબેઠા જ પરીવારજનો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં મશગુલ બન્યા છે. આમ છતાં પણ દિવાળીના તહેવારોમાં કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગે ખડેપગે રહ્યો છે અને સમગ્ર આરોગ્ય વિભાગની ટિમ પોતાના નિયત સ્થળે ફરજ બજાવી રહ્યા છે.

- text

મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ વધુ સક્રિય બનીને ફરજ નિભાવી રહી છે.આરોગ્ય વિભાગની ટિમ તહેવારોની ઉજવણી ભૂલીને કોરોના જેવી મહામારીમાં પોતાની ફરજને અગ્રતા આપી છે.આજે બપોર સુધી જિલ્લામાં અર્બન, પીએચસી, સીએચસી આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સેવા ચાલુ રહી છે અને કાલે પણ બપોર સુધી ચાલુ રહેશે. તેમજ નિલ્લામાં કોરોના સંક્રમણ અટકવવા માટે ફરતા 7 ધન્વંતરિ રથ કાર્યરત રહ્યા હતા. જેમાં 3 મોરબી શહેર અને 1 વાંકાનેર શહેર અને 3 હળવદ, વાંકાનેર, માળીયાના ગ્રામ્યમાં ધન્વંતરિ રથ ચાલુ રહ્યા હતા. જોકે આવતીકાલે એકમાત્ર ધન્વંતરિ રથ બંધ રહેશે. બાકી પીએચસી અને સીએચસીમાં બપોર સુધી કોરોના ટેસ્ટ થઈ શકશે. આમ છતાં ઇમરજન્સી હોય તો મોરબી, વાંકાનેર, હળવદની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સેવા ચાલુ રહેશે. તેમ જિલ્લા રોગચાળા નિયત્રણ અધિકારી ડો.સી.એલ.વારેવડીયાએ જણાવ્યું હતું.

- text