મોરબીમાં ભાજપની ભવ્ય ‘વિજય’ યાત્રા નીકળી : ઠેર-ઠેર મેરજાના વધામણાં

મોરબી : મત ગણતરીમાં ભારે ચડાવ ઉતરાવ બાદ આખરે મોરબી-માળીયા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે છેલ્લા રાઉન્ડની ગણતરી બાદ તુરંત જ ભાજપના “વિજય રથ”ની શરૂઆત થઈ ગઈ હતી. મોરબી -માળીયાના મતદારોનો આભાર માનવા માટે બ્રિજેશ મેરજાનું ભવ્ય વિજય સરઘસ અત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ફરી રહ્યું છે.

મોરબી શહેર આજે ભાજપમય બન્યું હોય તેમ ચોતરફ ભાજપના ભવ્ય વિજયની ચર્ચાઓ વચ્ચે બ્રિજેશ મેરજાનું વિજય સરઘસ શહેરના મુખ્ય માર્ગો પર ફરી રહ્યું છે. ભાજપના તમામ નાના મોટા કાર્યકરો અને શહેરીજનો આ વિજય સરઘસમાં જોડાયા છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થવા છતાં વિજયના વધામણાં કરવા માટે શહેરીજનો તત્પર હોય એમ માર્ગો પર જતા આવતા રાહદારીઓ પણ સરઘસને નિહાળવા માટે ઉભા રહી જતા જોવા મળી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate