મોરબી : નવયુગલ લગ્નના મંડપથી સીધા મતદાન મથકે પોહચ્યા, નિભાવી મતદાનની પવિત્ર ફરજ

- text


મોરબી : મતદાન અવશ્ય કરવું એ દરેક નાગરિકની ફરજ છે. ચૂંટણીએ લોકશાહીમાં એક પર્વ તરીકે ઉજવાય છે. ત્યારે જિંદગીમાં લગ્ન પણ એક સામાજિક ઉત્સવ તરીકે ઉજવાય છે. ત્યારે આ બન્ને ઉત્સવોનો સમન્વય ભડીયાદ ગામમાં જોવા મળ્યો હતો.

ભડીયાદ મત વિસ્તારમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન આજરોજ નિર્ધાર્યા હતા. જોગાનુજોગ આજે જ મતદાનનો પણ દિવસ હોય તેઓએ પોતાના લગ્નમાંથી સમય ફાળવીને મતદાન કરવા પહોંચ્યા હતા. નવદંપતિ લગ્નના પહેરવેશ અને -સજ્જામાં મતદાન મથકે પહોંચતા અન્ય મતદારો અને મતદાર મથકના કર્મચારીઓ પણ પ્રભાવીત થયા હતા. નામ એવા જ ગુણ ફેલાવતી નવવિવાહિતા જાગૃતિએ લગ્નમંડપથી સીધા મતદાન મથક પોહચી મતદાન કરી મતદારોમાં ફેલાવેલી જાગૃતિને ગ્રામજનોએ પણ આવકારી હતી.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text