અકસ્માતમાં પત્નીનું મૃત્યુ થયું, અંતિમવિધિ પૂર્ણ કરીને પતિએ કર્યું મતદાન

- text


માળિયાના બગસરા ગામના પરિવારે સ્વજન ગુમાવ્યા બાદ પણ મતદાનની ફરજ નિભાવી

મોરબી : મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે હાલ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ઘણા મતદારોએ કોરોના વચ્ચે પણ ઉત્સાહપૂર્વક લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે. અમુક મતદારો આકસ્મિક કરુણ સંજગોને પણ કોરાણે મૂકીને મતદાનની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. જેમાં માળીયાના બગસરા ગામે રહેતા ચંદુભાઈ ભગાભાઈ અખિયાણીના પત્ની લાભુબેનનું આજે અકસ્માત મૃત્યુ થયું હતું. ત્યારે પત્નીની અંતિમક્રિયા પતાવીને ચદુભાઈ તુરત જ દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવવા આજે પેટા ચૂંટણી માટે મતદાન કરવા પોતાના મતદાન બુથે પહોંચી ગયા હતા અને આવા કપરા સંજોગોમાં પણ તેમણે મતદાન કર્યું હતું. સ્વજન ગુમાવા છતાં ચંદુભાઈ અને તેમના પરિવારે મતદાનની ફરજ નિભાવી લોકશાહીના પર્વની ગરીમાં વધારી હતી.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text