MCX ડેઈલી રિપોર્ટ : સીપીઓમાં ૪૦,૨૦૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીનો માહોલ

- text


કોટનમાં સેંકડા ઘટ્યા : કપાસ, મેન્થા તેલમાં સુધારો: સોનાના વાયદાઓમાં મિશ્ર વલણ: ચાંદી, ક્રૂડ તેલમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ. ૧૩,૧૬૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યૂચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૦૫,૭૩૭ સોદામાં રૂ. ૧૩,૧૬૨.૨૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદી વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓમાં ૪૦,૨૦૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. કપાસ અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૯૬૫૭ સોદાઓમાં રૂ. ૭૩૧૩.૦૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૬૯૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૦૯૭૫ અને નીચામાં રૂ. ૫૦૫૫૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૭ વધીને રૂ. ૫૦૯૪૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૦૫૮૯ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૦૮૯ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૭ વધીને બંધમાં રૂ. ૫૦૯૨૭ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૧૭૨૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૧૯૯૮ અને નીચામાં રૂ. ૬૧૨૫૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૨૯ ઘટીને રૂ. ૬૧૯૨૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૫૪૨ ઘટીને રૂ. ૬૧૯૦૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૫૪૦ ઘટીને રૂ. ૬૧૯૦૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૪૬૫૯ સોદાઓમાં રૂ. ૨૮૯૫.૬૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૮૯૬ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૦૨ અને નીચામાં રૂ. ૨૮૪૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૫ ઘટીને રૂ. ૨૮૯૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૯૩૧ સોદાઓમાં કુલ રૂ. ૩૫૩.૮૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૯૭૬૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૯૮૬૦ અને નીચામાં રૂ. ૧૯૫૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૬૦ ઘટીને રૂ. ૧૯૫૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૮૦૯.૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૯.૭ વધીને બંધમાં રૂ. ૮૨૨.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ. ૯૨૩ ખૂલી, ઊપરમાં રૂ. ૯૩૩ અને નીચામાં રૂ. ૯૧૯.૬ રહી, અંતે રૂ. ૯૨૭.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૧૧૧ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૧૩.૫ અને નીચામાં રૂ. ૧૧૦૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૦૦ વધીને રૂ. ૧૧૧૦.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૩૬૩૧ સોદાઓમાં કુલ રૂ. ૩૭૪૬.૦૨ કરોડ ની કીમતનાં ૭૩૭૯.૯૩૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૬૦૨૬ સોદાઓમાં કુલ રૂ. ૩૫૬૭.૦૩ કરોડ ની કીમતનાં ૫૭૮.૧૬૮ ટન, ક્રૂડ તેલમાં ૨૩૫૦૯ સોદાઓમાં રૂ. ૧૦૯૯.૦૯ કરોડનાં ૩૮૨૧૪૦૦ બેરલ્સ, કોટનમાં ૨૦૯ સોદાઓમાં રૂ. ૧૩.૪૪ કરોડનાં ૬૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૬૧૩ સોદાઓમાં રૂ. ૩૨૭.૦૫ કરોડનાં ૪૦૨૦૦ ટન, એલચીમાં ૧ સોદાઓમાં રૂ. ૧.૪૭ લાખનાં ૦.૧ ટન, મેન્થા તેલમાં ૯૬ સોદાઓમાં રૂ. ૧૩.૦૩ કરોડનાં ૧૩૯.૩૨ ટન, કપાસમાં ૧૨ સોદાઓમાં રૂ. ૨૬.૬૬ લાખનાં ૪૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૨૦૯.૭૨૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૨.૦૦૫ ટન, ક્રૂડ તેલમાં ૩૭૮૧ બેરલ્સ, કોટનમાં ૨૭૩૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૩૭૨૦ ટન, એલચીમાં ૦.૭ ટન, મેન્થા તેલમાં ૧૭૯.૨૮ ટન અને કપાસમાં ૫૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૦ અને નીચામાં રૂ. ૪૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૦૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૯ ખૂલી, ઊપરમાં રૂ. ૬૫૦ અને નીચામાં રૂ. ૪૯૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૩૬.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૬૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૭૫૯ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૨૩ અને નીચામાં રૂ. ૨૫૬૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૮૦૨.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૧૬ અને નીચામાં રૂ. ૧૪૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૧૨ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૧૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૪ અને નીચામાં રૂ. ૧૦૫.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૨૧.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૦૭ અને નીચામાં રૂ. ૧૬૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૪ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text