નાગડાવાસ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત : એકને ઇજા

- text


મોરબી : મોરબીના નાગડાવાસ ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું છે અને બીજાને ઇજા પહોંચી છે. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઝીઝુડા ગામના રાહુલ નરસીભાઈ અખિયાણી ઉ.વ.20 અને તેના ભાઈ સવજીભાઈ નરસીભાઈ અખિયાણી આજે બપોરના સમયે કોઈ કામસર ડબલ સવારી બાઈકમાં મોરબી કંડલા હાઇવે ઉપર નાગડાવાસ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે આ ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક સવાર રાહુલ નરસીભાઈ અખિયાણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને તેના ભાઈ સવજીભાઈને ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાં સરજબારી પુલની પેટ્રોલિંગ ટિમ અને 108ની ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text