રવાપરના નીતિન પાર્કમાં પાણી પુરવઠો આપવા અંગે સરપંચને રજૂઆત

- text


મોરબી : મોરબીના રવાપરના નીતિન પાર્કમાં પાણી પુરવઠો આપવા અંગેના મુદ્દાને પાણી સમિતિમાં લેવા બાબતે રહીશો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને લેખિત અરજી કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રવાપરમાં નીતિન પાર્કમાં છેલ્લા દોઢ-બે વર્ષથી પાણી પુરવઠો મળતો નથી. ગ્રામ પંચાયત દ્વારા પાણી વિતરણ રાત્રીના સમયે કરવામાં આવે છે. પરંતુ નીતિન પાર્ક પાણીની લાઈન મુજબનો છેવટનો વિસ્તાર છે. જેથી, ૨હેણાંક જગ્યાએ પાણીનો પુરવઠો મળતો નથી. રહીશો દ્વારા ગ્રામ પંચાયતના તમામ વે૨ાઓ ભ૨પાઈ કરેલ છે. તેમજ પાણીનો પુરવઠો મળવા બાબતે અગાઉ રહીશો દ્વારા ૨જુઆત કરેલ છે. પરંતુ આજ સુધી યોગ્ય આયોજન કરેલ નથી તેમજ પાણી પુરવઠો મળેલ નથી. પાણીએ પ્રાથમિક તેમજ આવશ્યક જરૂરીયાત હોય, જેથી, આ મુદ્દાને પાણી સમિતિમાં લઈ યોગ્ય નિર્ણય કરી વહેલી તકે ૨હેણાંક વિસ્તારને પીવાના પાણીનો પુરવઠો મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text