રોડના કામમાં ગેરરીતિની અરજી કરી પૈસા માંગવા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા મામલે ‘આપ’ના આગેવાનની અટકાયત

- text


પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામમાં રોડના કામમાં ગેરરીતિની ખોટી અરજી કરી બાદમાં સમાધાનના નામે રૂપિયાની માંગણી કરી જાતિ પ્રત્યે હડધૂત કરાયાની આમ આદમી પાર્ટીના આગેવાન તોફિક અમરેલીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text

આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસિયા ગામમાં રહેતા દિલીપભાઇ મોહનભાઇ ચાવડા એ આમ આદમી પાર્ટીના આગેવાન તોફીકભાઇ અમરેલીયા (રહે. ચંદ્રપુર) સામે પૈસા પડાવવાના હેતુથી પંચાસીયા ગામ પાસે રોડના કામમાં ગેરરીતી થયેલ છે, તેવી ખોટી અરજી કરી ફરીયાદી દિલીપભાઈને કહેલ કે જો આ અરજીમાં સમાધાન કરવુ હોય તો તમારે તથા સરપંચએ મને રૂ. બે લાખ આપવા પડશે. જેના જવાબમાં ફરીયાદીએ ના પાડતા આરોપી તોફીકભાઈએ ફરીયાદીને પંચાસીયા ગામ નજીક રોડ ઉપર ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કર્યા હતા. આ અંગે દિલીપભાઈ મોહનભાઇ ચાવડા (રહે. પંચાસીયા)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આરોપી તોફિક અમરેલીયાની અટકાયત કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text