જાણો.. નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના નૈવેદ્યની તારીખ અને મુહૂર્ત

- text


શક્તિની ભક્તિ મોરબી અપડેટના સથવારે : ભાવિકો ફેસબૂક પર માતા નવદુર્ગાના પૂજન-અર્ચનની વિધિનો વિડીઓ નિહાળી શકશે

મોરબી : આ વખતે નવરાત્રી દરમિયાન તિથિઓની વધઘટના કારણે ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે અષ્ટમી અને નવમીના નૈવેદ્ય ક્યારે કરવા? તો એની તારીખ, તિથિ, વાર નીચે મુજબ છે. તો આ પ્રકારે નૈવેદ્ય કરી શકાય છે. મોરબી અપડેટના ફેસબૂક પેજ પર સવારે આઠ વાગે નોરતાના નવે નવ દિવસ નવ દુર્ગાનું પૂજન કેમ કરવું એનો એક વિડીયો પ્રસારિત કરવામાં આવશે. ત્યારે આવો, ભગવતીનું પૂજન કરી અનુષ્ઠાન કરીએ અને આપણી આંતરિક શક્તિને ઉજાગર કરીએ.

આસો સુદ એકમ ૧૭/૧૦/૨૦૨૦ શનિવારે
ગરબો લાવવા માટેનું મુહૂર્ત તથા ઘટ સ્થાપનાનું મુહૂર્ત.
સવારે ૭.૩૦ થી ૯.૦૦, બપોરે ૧૨.૦૦ થી ૪.૩૦, સાંજે ૬.૦૦ થી ૭.૩૦.

અષ્ટમી ૨૩/૧૦/ ૨૦૨૦ને શુક્રવારે
સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થઈને શનિવારના દિવસે ૨૪/૧૦/૨૦૨૦ નાં સવારે ૬.૫૮ સુધી જ છે.
માટે આઠમના નૈવેદ્ય તથા હવન શુક્રવારે ૨૩/૧૦/૨૦૨૦ નાં રોજ કરવા.

નવમી તિથી તારીખ ૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારે
સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થઈ રવિવારે ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવારનાં રોજ સવારે ૭.૪૧ સુધી જ છે.
માટે નવમીનાં નૈવેદ્ય તથા હવન ૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારના દિવસે કરવા.

- text

વિજયાદશમી તારીખ ૨૫/૧૦૨૦૨૦ ને રવિવારે
સવારે ૭.૪૨ થી શરૂ થાય છે.
દશમીનાં હવન તથા નૈવેદ્ય તે જ દિવસે (રવિવારે જ) કરવા ‌.
ગરબો પધરાવવાનું મુહૂર્ત
રવિવારે ૨૫/૧૦/૨૦૨૦ નાં સાંજે
૬.૦૦ થી ૭.૩૦, ૭.૩૦ થી ૯.૦૦, ૯.૦૦ થી ૧૦.૩૦ સુધી છે.

પૂજ્ય આચાર્યશ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય વસ્તુવિદ્દ વાસ્તુશાસ્ત્રી સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text