નવા બનાવેલા સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ડામર ઓગળવા લાગ્યો

- text


વાહનો સ્લીપ થયા અને રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટી ગયા

મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં મોટાભાગના રોડ રસ્તાનું ધોવાણ થયું હતું. આથી, છેલ્લા કેટલાક સમયથી પાલિકા તંત્ર દ્વારા આ ખરાબ થયેલા માર્ગોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. પણ નવા બનેલા રોડમાં અમુક ખામી રાખી દેવતા શરૂઆતમાં જ લોકોને હાલાકી પડવા લાગી છે. જેમાં મોરબીના સાવસર પ્લોટમાં બનાવેલા નવા ડામર રોડમાં ખામી રાખી દેવાતા ડામર ઓગળવા લાગતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

મોરબીના સારવાર પ્લોટ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ સાવસર પ્લોટ મેઈન રોડનું થોડા સમય પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને આખો નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. નવો ડામર રોડ બનાવ્યા બાદ માથે ધૂળની ઝીણી રઝકણ નાખવાની હોય છે. જેથી, અવરજવર કરતી વખતે ડામર ચોંટે નહિ. પરંતુ આ નવો ડામર રોડ બનાવ્યા બાદ ઝીણી રઝકણ નાખવામાં આવી ન હતી. જેથી, આજે સખત તાપથી રોડ પરનો ડામર ઓગળવા લાગ્યો હતો. આથી, અનેક વાહનો આ ડામરમાં સ્લીપ થઈ ગયા હતા. તેમજ રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટી ગયા હતા. આ બેદરકારી મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text