મોરબી-માળિયા વિધાનસભા પેટાચૂંટણી : અત્યાર સુધીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

- text


પ્રથમ દિવસે ૯ ઉમેદવારો અને આજે ૧૭ ઉમેદવારોએ ફોર્મનો ઉપાડ કર્યો : ફોર્મ ભરાવામાં હજુ બોણી થવાની જોવાતી રાહ

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે. જો કે ફોર્મ ભરાવામાં બોણી થવાની હાલ રાહ જોવાઇ રહી છે.

મોરબી- માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીની ઉમેદવારી માટે સોમવારે ન્યામતબેન હનીફભાઈ સુમરા, અરવિંભાઈ લાલજીભાઈ કાવર, નિઝામભાઈ ગફુરભાઈ મોવર, બ્લોચ ઈસ્લાઈમ પારમહમદભાઈ, ગીરીશભાઈ ગોવિંદભાઈ જાદવ, સીરાજ અમીરઅલી પોપટીયા, અબ્દુલભાઈ હાજીભાઈ જેડા, દિપકભાઈ ગાંડુભાઈ ગોગરા, કલ્પેશ ધનજીભાઈ સંખેસરીયા, ખોરમ આરીફખાન મહંમદહુસેન, મુસાભાઈ ઈબ્રાહીમભાઈ ચનાણી, સવજીભાઈ રુગનાથભાઈ ભીમાણી, મજેઠીયા સામજીભાઈ જેરામભાઈ, ધવલ દેવકરણભાઈ પડસુંબીયા એ અપક્ષ ઉમેદવારો તરીકે ફોર્મ લીધેલ છે.

જ્યારે ઓલ ઈન્ડીયા મજલીશ એ ઈંકલાબ એ મિલ્લત માંથી ભટ્ટી હુસેનભાઈ ભચુભાઈ અને ભટ્ટી બિલાલભાઈ હુસેનભાઈ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી લાભુભાઈ નથુભાઈ અઘારા દ્વારા મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે.

- text

બીજી તરફ મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગામી 15મીએ ફોર્મ ભરવાના છે. આ વેળાએ પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text