મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જયંતિભાઈ પટેલનું નામ જાહેર

- text


કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ કર્યા જાહેર : હજુ ત્રણ બેઠકોમાં કોકડું ગૂંચવાયેલું

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ સતાવાર રીતે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસ દ્વારા જયંતિભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે આ બેઠક પર બ્રિજેશ મેરજા અને જયંતીભાઈ પટેલ વચ્ચે જંગ જામશે.

કોંગ્રેસ દ્વારા આજે સાંજે વિધાનસભાની પાંચ બેઠકોમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અબડાસા બેઠક માટે ડો.શાંતિલાલ સાંઘાણી, મોરબી બેઠક માટે જયંતિલાલ પટેલ, ધારી બેઠક માટે સુરેશ કોટડીયા, ગઢડા બેઠક માટે મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા હજુ અન્ય ત્રણ બેઠકોમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે અગાઉ ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી હતી. અત્યારે કોંગ્રેસ દ્વારા જયંતિભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.જેઓ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text