પેટાચૂંટણીમાં પ્રચાર માટે રાજકીય પક્ષોને મળી છૂટ, જાહેરસભાઓ પણ યોજી શકાશે : સરકારે જાહેર કરી ગાઈડલાઈન

- text


 

 

મોરબી : મોરબી-માળિયા બેઠક સહિતની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. જે સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં નિયમોને આધીન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારની છૂટ આપવામાં આવી છે. આ સાથે જાહેરસભાઓ યોજવાને પણ લીલીઝંડી આપી છે.


ચૂંટણીની ગાઇડલાઇન

  • ચૂંટણી સાથે જોડાયેલી કોઇ પણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહશે.

  • ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ, હોલ અથવા કોઇ પણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર, સેનિટાઇઝર, સાબુ અને પાણી રાખવું પડશે. દરેક વ્યક્તિનું સ્કેનિંગકરવામા આવશે.

  • સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયાલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી. તેના માટે મોટા હોલની પસંદગી કરીને સ્પોટ બનાવવામા આવે.

  • ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઇડલાઇન અનુસાર જરૂરી સંખ્યામાં વાહનો રાખવા પડશે.


ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે ?

  • ઉમેદવાર ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે સુરક્ષાકર્મી સિવાય 5થી વધુ લોકોને સાથે નહીં લઇ જઇ શકે.

  • રોડ શો દરમિયાન કાફલાના એક ભાગમાં 5 ગાડીઓ જ રહી શકશે. અડધા કલાક બાદ 5 ગાડીઓનો બીજો કાફલો જઇ શકશે. પહેલા 10-10 ગાડીઓના 2 કાફલા વચ્ચે 100 મીટરના અંતરનો નિયમ હતો.

  • કોરોના અંગેની ગાઇડલાઇનનું પાલન કરીને જ ચૂંટણી સભા આયોજિત કરી શકાશે. ચૂંટણી સભાના સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે નિશાન બનાવવામા આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલી સંખ્યાથી વધુ લોકો રેલીમાં સામેલ થઇ શકશે નહીં.


EVM/વીવીપેટ

  • પહેલા અને બીજા EVM સાથે સંકળાયેલું દરેક કામ મોટા હોલમાં થવું જોઇએ.

  • સેનિટાઇઝર જરૂરી માત્રામાં રાખવાનું રહેશે.

  • EVM/વીવીપેટની કામગીરી કરી રહેલા દરેક અધિકારીને ગ્લવ્ઝ ઉપલબ્ધ કરાવવામા આવે.


નોમિનેશન પ્રક્રિયા

  • નોમિનેશન ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામા આવશે. તેને ઉમેદવારો ઓનલાઇન જ ભરી શકશે. તેની પ્રિન્ટ ચૂંટણી અધિકારીને સોંપવી પડશે.

  • સોગંદનામુ પણ ઓનલાઇન દાખલ કરી શકાય છે. તેની પ્રિન્ટ પાસે રાખી શકાય છે. નોટરાઇઝેશન બાદ તેને નોમિનેશન સાથે ચૂંટણી અધિકારીને સોંપી શકાય છે.

  • ઉમેદવાર ડિપોઝીટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. કેશ આપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

  • નોમિનેશન ફોર્મ સોંપતી વખતે ઉમેદવાર સાથે બેથી વધુ લોકો નહીં આવી શકે. તેમને બેથી વધુ ગાડીઓ લઇ જવાની મંજૂરી નહીં મળે.

  • નોમિનેશન ફોર્મ લેવાની , તેની સ્ક્રૂટિની તેમજ ચૂંટણી ચિહ્ન આપવાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં પૂરતી જગ્યા રહે.

  • ઉમેદવારોને અલગ અલગ સમયે બોલાવવામા આવે. ઉમેદવારો માટે વેઇટિંગ એરિયા પણ મોટો હોવો જોઇએ.


પોલિંગ બૂથ

  • એક પોલિંગ બૂથ પર 1500ની જગ્યાએ 1000 મતદારોને જ બોલાવવામા આવે.

  • વોટિંગના એક દિવસ પહેલા પોલિંગ સ્ટેશન સેનિટાઇઝ કરવામા આવે.

  • દરેક બૂથના એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ સ્કેનર લગાવવામા આવે. દરેક મતદારની એન્ટ્રી પર થર્મલ ચેકિંગ થાય.

  • જો કોઇ મતદારનું પહેલું રીડિંગ નિર્ધારિત તાપમાનન કરતા ઉંચું આવે તો તેનું ટેમ્પરેચર ફરી માપવામા આવે. બીજી વખત પણ જો ટેમ્પરેચર વધારે આવે તો તેને ટોકન/સર્ટિફિકેટ આપીને વોટિંગના છેલ્લા કલાકમાં બૂથ પર આવવાનું કહેવામા આવે. વોટિંગના છેલ્લા કલાકમાં આ પ્રકારના મતદારોને વોટિંગ કરવાની સગવડ આપવામા આવે.


પોસ્ટલ બેલેટ દ્વારા કોણ મતદાન કરી શકશે ?

  • દિવ્યાંગ.

  • 80 વર્ષથી વધુની ઉંમરના લોકો.

  • જરૂરી સેવાઓમાં સામેલ લોકો.

  • કોરોના પોઝિટિવ/શંકાસ્પદ અથવા ક્વોરેન્ટીન કરવામા આવેલા લોકો


- text