માળીયા તાલુકાના વિલેજ કોમ્યુટર ઓપરેટરોને કાયમી કરવા માંગ

- text


માળીયા : ગ્રામ પંચાયતમાં રાખેલ વિલેજ કોમ્યુટર ઓપરેટરનું આજ દિન સુધી નજીવા કમિશને કામ કરાવીને થતું શોષણ બંધ કરવામાં આવે અને આવી કોરોના મહામારીમાં પણ વી.સી.ઈ. કામ કરી રહ્યા હતા. પરંતુ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં આવા કમિશનથી કામ કરવું પોસાતું ન હોવાથી વી.સી.ઈ.ને કાયમી કરી અને એમ.જી. નરેગા હેઠળ મળવા પાત્ર રોજગારી આપી અને વી.સી.ઈ.નો કાયમી ઉકેલ આવે તેવી અરજી માળીયા મિયાણા તાલુકા વી.સી.ઈ. એસોસિયનના પ્રમુખ ભાવેશ એ. વિડજા દ્વારા તાલુકા વિકાસ અધિકારી-માળીયા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીને રજૂઆત આપવામાં આવી છે. પરંતું જ્યાં સુધી આ માંગ સ્વીકારશે નહીં ત્યાં સુધી વી.સી.ઈ. કામ નહીં કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text