મોરબીના વીસીપરા વિસ્તારની સસ્તા અનાજની દુકાન ચાલુ રાખવા મામલતદારને રજૂઆત

- text


મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારની સસ્તા અનાજની દુકાન ચાલુ રાખવા બાબતે મોરબી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયંતીભાઈ છગનભાઇ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીના વીસીપરા વિસ્તારમાં જે સરકાર માન્ય દુકાન છેલ્લા ચાલીસ વર્ષથી નિયમીત ચાલે છે અને તેનાથી ગ્રાહકોને સંતોષ છે. છતા તાજેતરમાં આ રેશનકાર્ડ અન્ય દુકાનદારને ફાળવેલ છે. જેથી, પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે તેમ છે. આ બાબતે દુકાન જે હાલ ચાર્જમા ચલાવે છે. તેઓને રુબરુ મળતા “આ બાબતે તમો કાર્યવાહી કરો, મને કોઇ સતા નથી, દુકાન ચાલુ રાખવાની.” આવો જવાબ મળેલ છે. વધુ તપાસ કરતા આ દુકાનમાં હાલમાં 800 જેટલા રેશનકાર્ડ ચાલુ છે. જેથી, સંખ્યા પ્રમાણે 3640ની વસ્તી થાય છે.

- text

સરકારના નિયમ મુજબ વસ્તી પણ વધારે થાય છે છતા કયા કારણોસર કોઇ વિભાજન કરવામાં આવેલ અને કોઇ દુકાનદારને લાભ આપવો તેવું સ્પષ્ટ દેખાય છે. આ વિસ્તારમાં ગરીબ માણસો રહે છે અને રારકારી રાશન ઉપર તેમનું જીવન ગુજારે છે. આથી, અહીયા દુકાન ચાલુ રાખવી જોઈએ, દુકાનદાર ગમે તે હોય, ચાર્જમા હોય કે હંગામી હોય એની સામે કોઈ વાંધો નથી. આ કાર્ડનું વિભાજન કયા કારણસર કરવામાં આવ્યું, કોના કહેવાથી કરવામા આવ્યું તે પણ એક તપાસ કરવી જરૂરી છે. તેમ રજુઆતમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text