મોરબીના વોર્ડ નં.2ની ચુંટણીમાં મહિલાને બદલે પુરૂષ અનામત અનુસૂચિત જાતિ આપવા કલેકટરને અરજી

- text


મોરબી : મોરબી શહેરના વોર્ડ નં. 2માં મહિલા અનામતો અનુસૂચિત જાતિને આપવાને બદલે પુરૂષ અનામત અનુસૂચિત જાતિ આપવા બાબતે કલેકટરને અરજી કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આગામી સમયમાં મોરબી નગરપાલિકાના વોર્ડ નં. 1થી 13ની ચુંટણી આવતી હોય, તે બાબતે મોરબી નગરપાલિકાનું સીમાંકન કરેલ છે, તેમાં વોર્ડ નં. 2માં આ વખતે મહિલા અનામત અનુસૂચિત જાતિને અનામત સીટ ફાળવવામાં આવેલ છે.

- text

આ બાબતે રોહીદાસપરામાં રહેતા અરજદાર ચૌહાણ દલસુખભાઈને વાંધો છે. કારણ કે આ વોર્ડમાં છેલ્લી ચાર ચુંટણીથી વોર્ડ નં. 2માં મહિલા અનામત અનુસૂચિત જાતિને સીટ ફાળવામાં આવે છે. જે બદલાવીને પુરૂષ અનામત અનુસૂચિત જાતિ વોર્ડ નં. 2ની સીટ ફાળવવા માટે તેઓ અરજી કરેલ છે. આ અરજીને લઈને આગામી મોરબી નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં. 2માં મહિલા અનામત અનુસૂચિત જાતિ બદલાવીને પુરૂષ અનામત અનુસૂચિત જાતિ આપવા અપીલ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text