હડમતિયા ગામમાં ગ્રામ પંચાયતના સૂચના મુજબ ત્રિદિવસીય બંધનો કડક અમલ

- text


ટંકારા : ટંકારા તાલુકાનું હડમતિયા ગામમાં આશરે 4 હજારની વસ્તી ધરાવતુ ગામ છે. આ ગામમાં પહેલાથી જુથવાદ કે જ્ઞાતિવાદને સ્થાન જ નથી. તેમ સૌ વર્ણના સાથે હળીમળીને વ્યવહારો કરતા આવ્યા છે. હડમતિયા ગામથી આશરે 1 કિલોમીટર દુર રોડ પર પાલણપીરની જગ્યા આવેલી છે. આ જગ્યા “પાલણપીરની મેડી” તરીકે મેઘવાળ તેમજ વણકરબંધુઓમાં ગુજરાતભરમાં પ્રખ્યાત છે.

ભાદરવા વદ 9,10,11 એટલે કે તા. 12થી 14 સુધી એમ ‘પાલણપીરની મેડીઓ’ મેળો ભરાય છે અને આ મેળામાં દુર-દુરના રાજ્યોના કે મહાનગરો જેવા કે મુંબઈ, કોલકતા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા અનેક મહાનગરોના મેઘવાળ તેમજ વણકર સમાજ પોતાની આસ્થા પુરી કરવા આવે છે. પણ આ વર્ષે કોરાનાની મહામારીથી કેન્દ્ર-રાજય સરકારની ગાઈડ લાઈનથી હડમતિયા ગ્રામ પંચાયતે મેળો રદ કરેલ છે. તેમજ આસ્થાના પવિત્ર સ્થળ પર માનતા ઉતારવા ત્રીદીવસીય લોકો મહાનગરોમાંથી આવતા હોવાથી કોરોનાના સંક્રમણનો ભય ગામ પર વધી જતો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા ગામની કરિયાણા, પાન પાર્લર, સલુન, ચા-પાણી કે ખાણીપીણીની લારીઓ, શાકભાજીના સ્ટોલ ત્રીદીવસીય બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યુ છે.

- text

આ જાહેરનામાનો તમામ ધંધાર્થીઓએ સંપુર્ણ અમલ કર્યો છે. ફક્ત વાહનોના પંક્ચર ઘંધાર્થીઓને છુટ આપી છે. જેથી, ખેડુતો અને વાહનચાલકો હેરાન ન થાય સાથે આરોગ્યના સબ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના કર્મચારીઓ તેમજ આંગણવાડી વર્કર, આશાવર્કરો અમુક ઘરની તપાસ કરી માહિતી પુર્ણ પાડી સાવચેત રહેવા અપીલ કરી છે. તેમજ ટંકારા પોલિસના સહયોગથી મેળાની જગ્યા સ્થળે કોઈએ ભેગુ ન થવું તેમજ પોતાની માનતા ઉતારી જે વિધી થતી હોય તે પુર્ણ કરી જતું રહેવું તેમજ ગામમાં કોઈ અજાણી વ્યકિતઓએ પ્રવેશ ન કરવો તેની તકેદારીનું પાલન કરવું. આ ત્રીદીવસીય મીની લોકડાઉનનો અમલ સખ્તપણે ગામની અંદર વગર પોલિસ સુરક્ષા વગર કર્યો છે. જયાં માણસો વિહરતા જોવા મળતા હતા, તે જગ્યા પર શ્વાનો આરામ ફરમાવી રહ્યા છે. તે ગામની એકતાનું સ્પષ્ટ ઉદાહરણ પુરુ પાડે છે. ગ્રામ પંચાયતના જાહેરનામાનો ધંધાર્થીઓ તેમજ ગ્રામજનો પુર્ણ અમલ કરતા સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડાએ અભિનંદન આપ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text