હળવદ : 60 બીયરના ટીન સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ શહેરમાં આવેલ નકલંગ સોસાયટીમાં રહેતો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બિયરનો વેપલો કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી આથી પોલીસે દરોડો પાડતા 60 બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પી.આઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવુભા ઝાલા,યોગેશદાન ગઢવી અને બીપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનો હળવદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામા મળેલ બાતમીના આધારે હળવદ હાઈવે પર આવેલ નકલંગ સોસાયટીમાં રહેતા જયેશભાઇ ધીરજલાલ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બીયરના ટીન વહેતો હોય જેથી પોલીસે ત્યાં દરોડો પાડતાં આ શખ્સના ઘરે થી 60 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપીની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઇ આવી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text