સપ્ટેમ્બરના અલગ અલગ બુધવારે સીરામીક ઝોન સહિતના આ ફીડરોમાં પાવર સપ્લાય બંધ રહેશે

- text


વાંકાનેર : GETCO દ્વારા અગત્યનનું મેન્ટેનન્સનું કામ કરવાનું છે. આથી, અમુક સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ વહેલું પૂરું થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે.

તા. 9 સપ્ટેમ્બરના રોજ બુધવારે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 66 કે.વી. ઢુંવા સબસ્ટેશન, 66 કે.વી. જેટ તથા 66 કે.વી. મેકસન ફીડરમાંથી વીજ સપ્લાય બંધ રહેશે.

તા. 23 સપ્ટેમ્બરના રોજ બુધવારે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 66 કે.વી. મહીકા સબસ્ટેશનમાંથી વીજ સપ્લાય બંધ રહેશે.

- text

તેમજ 30 સપ્ટેમ્બરના રોજ બુધવારે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 66 કે.વી. લુણસર સબસ્ટેશનમાંથી વીજ સપ્લાય બંધ રહેશે.

જેની નોંધ લેવા જે-તે સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

- text