ડૉ. મનીષ સનારિયા દ્વારા ચોમાસા દરમિયાન થતા રોગો અને તેના ઉપાયો અંગે માર્ગદર્શન

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલ સ્પર્શ હોસ્પિટલના ડૉ. મનીષ સાનારિયા દ્વારા ચોમાસા દરમિયાન થતા રોગો અને તેના લક્ષણો તેમજ આ રોગોથી મુક્ત થવાના ઉપાયો પણ જણાવ્યા છે. જેમાં તેણે જણાવ્યું છે કે ચોમાસાની ઋતુમાં વાતાવરણ ખુબજ ભેજવાળું હોવાના કારણે રોગચાળો ફેલાય છે. મોટાભાગના સૂક્ષ્મ જીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. જેનાથી શરદી, ઉધરસ, કાકડામાં સોજો ઇન્ફેકશન જેવી બીમારી થાય છે. જો આ સૂક્ષ્મ જીવાણુ ફેફસા સુધી પહોંચી જાય તો અનેક પ્રકારના રોગો થાય છે.

જેમ કે
ન્યુમોનિયા : જેમાં શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
મરડો-ઝાડા : જેમાં પેટમાં દુ:ખાવો, ઉબકા, ઉલટી, ચીકાશવાળો મળ થવો વગેરે
મેલેરિયા ડેન્ગ્યુ : જેમાં માથાનો દુખાવો, ઊલટી, ઊબકા, ટાઢિયો તાવ, કળતર ,શરીરમાં દુખાવો, આંખો દુખવી, ચામડી પર લાલ ચંભા પાડવા વગેરે કમળો : જેમાં પેશાબ પીળો, ઉલટી-ઉબકા ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, તાવ વગેરે
ટાઇફોઇડ : જેમાં સતત તાવ, પેટમાં દુખાવો, ઊલટી, અરુચિ, મો કડવું થવું વગેરે
દાદર: જેમાં ચામડી પર લાલ લાલ રંગના ચકરડા થવા, ઉપર ફોતરી પડવી, ખંજવાળ -બળતરા થવી વગેરે
કૃમિ : જેમાં મળ માર્ગમાં ખંજવાળ, ઝાડામાં જીવાત દેખાવી, લોહીના ટકા ઓછા થઈ જવા, મોઢા પર ઓછા સફેદ દાગ થવા વગેરે
ગુમડા (ફટાકીયા) : જેમાં ચામડી પર રસવાળી ફોડકી થવી પાણી ભરેલી ફોડકી થવી.

- text

આવા રોગોથી બચવા માટે વ્યક્તિગત ચોખ્ખાઈ અને પાણીની શુદ્ધતા પર ધ્યાન રાખો તેમજ ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ આવે તેની કાળજી રાખવી. સવારે ગરમ પાણીના કોગળા કરવા હળદરવાળું દૂધ પીવું ગરમ પ્રવાહી લેવું, ગરમ નાસ લેવો, પાણીને શુદ્ધ કરવા માટે સફેદ કપડા વડે ગાળવું, શક્ય હોય તો ઉકાળેલું પાણી પીવું, મચ્છરથી થતા રોગોને અટકાવવા ઘરમાં પાણી ભરેલા વાસણો ઢાંકીને રાખવા બિનજરૂરી પાણી ક્યાંય જમા ન થાય તેનું ધ્યાન રાખો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો ગામડામાં ઘેર ઉકરડો કરવો નહીં, શક્ય હોય તો ઢોરને ઘેર ન બાંધતા વાડામાં બાંધવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, આખી બાયના કપડાં પહેરવા, ખુલ્લામાં પડી રહેલ હોય તેવી વગેરે લેવું નહીં, બહારના ઠંડા પાણી વગેરે પીવા નહીં, મોઢે માસ્ક કે રૂમાલ બાંધી રાખવા તેમજ દર્દીના કપડા વગેરે અલગ રાખીને ચામડીના રોગ ફેલાતો અટકાવી શકાય છે.

- text