વરસાદ અપડેટ(2.00pmસુધીની) : મોરબીમાં 4, હળવદ 3 અને માળિયામાં 2.5 ઇંચ નોંધાયો

- text


ટંકારમાં પોણા બે ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ રવિવાર સવારથી પડાવ નાખ્યો છે. જેમાં સવારના 8 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. આજે 23 ઓગસ્ટ, રવિવાર સવારના 8 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં એકથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ સુધી વરસાદ પડી ગયાના વાવડ મળી રહ્યા છે. જ્યારે બપોરે બે વાગ્યે બાદ વરસાદનું જોર ઘટતા લોકો અને તંત્ર બંનેએ રાહતનો દમ લીધો છે.


આજે 23 ઓગસ્ટ, રવિવારે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની તંત્રના ચોપડે નોંધાયેલી વિગત..

મોરબી-2 (મામલતદાર કચેરી) : 94 mm
મોરબી-1 (નગરપાલિકા) : 106 mm
હળવદ : 72 mm
માળીયા : 65 mm
ટંકારા : 42 mm
વાંકાનેર : 24 mm

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text