મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા ભરાયો

- text


 

મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા

મોરબી : સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે નવા નીર આવ્યા છે. આજે ડેમમાં પાણીની સપાટી 0.23 ફૂટ વધી છે. અને ડેમ 74.70 ટકા ભરાઈ ગયો છે. જ્યારે મચ્છું-1 ડેમ 77 ટકા અને મચ્છું-3 ડેમ 80 ટકા ભરાઈ ગયો છે.

મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદ જામ્યો છે. જેથી તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌપ્રથમ જિલ્લાના પ્રથમ નંબરના મચ્છું-2 ડેમની વિગતો જોઈએ તો મચ્છું-2 ડેમ કુલ 33 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં આજે સપાટી 0.23 ફૂટ વધતા હાલ સપાટી 28.81 ફૂટે પહોંચી છે. ડેમ હાલ 74.70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં અત્યારે 3600 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.

- text

મચ્છું-1 ડેમની વિગતો જોઈએ તો આ ડેમ 49 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં આજે 0.50 ફૂટની સપાટી વધતા ડેમની સપાટી હાલ 46.50 ફૂટે પહોંચી છે. ડેમ 77 ટકા ભરાયો છે. ડેમમાં હાલ 1720 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. મચ્છું-3 ડેમની વિગતો જોઈએ તો ડેમની કુલ સપાટી 27 ફૂટની છે. હાલ ડેમની સપાટી 21.6 ફૂટે પહોંચી છે. ડેમ 80 ટકા ભરાઈ ગયો હોય ડેમમાં 3556 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. અને ડેમમાંથી 3556 ક્યુસેક પાણીની જાવક કરી સપાટીનું લેવલ રાખવામાં આવી રહ્યું છે.


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

 

- text