વાંકાનેર પીપળીયા રાજની શાળાના શિક્ષિકાને સતત ગેરહાજર રહેવા બદલ બરતરફ કરાયા

- text


શિક્ષિકાએ વધુ પડતી રજાઓ ભોગવવા અંગે યોગ્ય ખુલાસો રજૂ ન કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી

મોરબી : વાંકાનેરના પીપળીયા રાજ ગામની શાળાના શિક્ષિકાને સતત ગેરહાજર રહેવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. જેમાં આ શિક્ષિકાએ વધુ પડતી રજા ભોગવીને શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હોય એ બાબતે અગાઉ યોગ્ય ખુલાસો કરવાની તક આપ્યા છતાં શિક્ષિકા યોગ્ય ખુલાસો ન રજૂ કરતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમને બરતરફ કરી દીધા છે.

- text

વાંકાનેરના પીપળીયા રાજ ગામની પેટા શાળા નંબર -2 ના આસી. શિક્ષિકા ડાંગર જલ્પાબેન દેવરાજભાઈએ ડિસેમ્બર 2016 થી  થી 2020 સુધીમાં 1063 દિવસની રજા ભોગવી હતી. આ ઉપરાંત, તેમણે 160 જેટલા દિવસની રજાઓ અનઅધિકૃત રીતે ભોગવી હતી. આ વેકેશન સિવાયની આ રજાઓ તેમણે ભોગવી હતી.આમ તેઓ સતત શાળામાં ગેરહાજર રહીને બાળકોને શિક્ષણ ન આપવા મામલે તેમને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી અને અનઅધિકૃત રીતે રજા ભોગવવા મામલે શિક્ષિકાને પોતાનો પક્ષ રજૂ કરવાનો અનેક તક આપવામાં આવી હતી. પણ શિક્ષિકા પોતાનો પક્ષ રજૂ ન કરી શકતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા વાંકાનેરના પીપળીયા રાજ ગામની પેટા શાળા નંબર -2 ના આસી. શિક્ષિકા ડાંગર જલ્પાબેનને સતત ગેરહાજર રહેવા મામલે બરતરફ કરી દેવામાં આવ્યા હતા. જો કે છેલ્લા બે મહિનામાં અત્યાર સુધીમાં ચાર શિક્ષકોને વધુ પડતી રજાઓ ભોગવવા બદલ બરતરફ કરી દેવામાં આવ્યા છે.

- text