વાંકાનેર તાલુકાના લૂંટના ગુન્હામાં 9 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ ચલાવીને પાછલા 9 માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોવડે થાનગઢ ગામેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં 9 માસ પહેલા લૂંટની ઘટનાને અંજામ આપી નાસી જનાર 22 વર્ષીય ભરતભાઇ ઉર્ફે ભગત ઉર્ફે જેઠો રાજાભાઈ ગોગીયા, રહે. થાનગઢ વાળાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે વિકટો પોટરી પાછળ, આંબેડકર નગર, શેરી નંબર 4, થાનગઢમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે. ઉક્ત કામગીરીમાં મોરબી એલસીબી પીઆઇ ઇન્ચાર્જ જે.એમ.આલ, એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. ચંદ્રકાંતભાઈ વામજા, રસીકભાઈ ચાવડા, કૌશિકભાઈ મારવણીયા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, તથા પો.કોન્સ. જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુંદ્રા, અશોકસિંહ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

- text