મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, અનેક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરાઈ

- text


ભારે વરસાદના લીધે પાકોને થયેલા નુકસાન અંગે તાકીદે સર્વે કરી વળતર આપવાનો ઠરાવ પસાર કરાયો

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે તા. 18ના રોજ સામાન્ય સભા યોજવામાં આવી છે. આ બેઠક છ મહિના બાદ બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. તેમજ ગત તા. 29 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ 2019-20ના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચિખલિયા, ડીડીઓ ભગદેવ, ડેપ્યુટી ડીડીઓ ગોહિલ સહિતના અધિકારીઓ તથા દરેક વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ કરીને આમરણ ચોવસી વિસ્તારમાં અતિભારે વરસાદ અને આજી-4 યોજનાના દરવાજા ખોલવાથી ખેડૂતોના ખેતરમાં વાવેતર કરવામાં આવેલ પાકને નુકસાન થયેલ છે અને પાકનું ધોવાણ થયું છે. જેનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા બાબતનો જિલ્લા પંચાયત સદસ્ય અમુભાઈ હુંબલનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવ્યો છે. વધુમાં, નિવૃત્તિ જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણાની 300 રજાનું તથા પ્રવાસ ભથ્થાનુ ચુકવણું સ્વભંડોળમાંથી મંજુર કરવામાં આવ્યું છે. તેમજ સ્ટાફના પગાર ભથ્થાની વર્ષ 2020-21ના બજેટ જોગવાઇમાં 21 લાખનો વધારો મંજૂર કરવા બાબતે ચર્ચા કરાઈ છે.

- text

આ ઉપરાંત, ખાનગી શાળાઓના અમુક વિદ્યાર્થીઓની ફી ભરાઈ ગઈ હોવા છતાં ટ્રાન્સફર સર્ટિફિકેટ ન આપવામાં આવતું નથી. આ બાબતે પગલાં લેવા ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ હળવદ તાલુકાના સુસવાવ ગામમાં 250 મીટરમાં 14 જેટલા સ્પીડ બ્રેકર છે, તે દૂર કરવા માટે ચર્ચા કરવામાં આવી છે. વધુમાં, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ચાર વર્ષ પહેલાની અમુક રજૂઆતો હજુ સુધી પેન્ડિંગ છે. આ બાબતે સભામાં રાવ ઉઠી હતી.

ઉપરાંત, ICDS અંતર્ગતની જર્જરિત આંગણવાડીઓ નવી બનાવવામાં માટે મંજુર થયેલી છે. પરંતુ તે નવી બનાવવમાં આવી નથી અને રીપેરીંગની કામગીરી પણ કરવામાં આવી નથી. આથી, અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ છે. આ બાબતે ચર્ચા કરવામાં આવી છે. વધુમાં, મોરબી જિલ્લા શિક્ષક સંઘને માન્યતા આપવાનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ તેને મુલત્વી રાખવામાં આવ્યો છે. જો કે અન્ય જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી છે, પણ મોરબી જિલ્લામાં નામંજૂર કરવામાં આવ્યું છે. જયારે જિલ્લા પંચાયતના ક્લાસ-3ના યુનિયનને મંજૂરી આપવામાં આવી છે.

- text