18 ઓગસ્ટ : પાલિકા કચેરીમાં મુકેલ વરસાદ માપકયંત્રમાં મોરબીમાં 3 ઈચ વરસાદ નોંધાયો

- text


મંગળવાર સવારના 8 થી સાંજના 4 સુધીમાં મોરબીમાં કુલ 77 મીમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબીમાં આજ સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વચ્ચે વિરામ લેતા લેતા મેઘરાજાની ધીંગી સવારી દે ધનાધન ચાલુ રહી હતી. જોકે, આજે બપોરના 2 વાગ્યાથી શ્રાવણમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ મેઘરાજા મુશળધાર તૂટી પડ્યા હતા. મોરબી પાલિકા કચરી ખાતે મુકેલા વરસાદ માપકયંત્રમાં આજે મંગળવારે સવારના 8 થી સાંજના 4 સુધીમાં મોરબીમાં 3 ઈચ વરસાદ નોંધાયો હતો.

મોરબીમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે અને અવિરતપણે ધીમીધારે મેઘકૃપા વરસાવી રહ્યા છે. આજે સવાર 8 વાગ્યાથી મેધારજાની ધીંગી સવારી આવી પહોંચી હતી અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જોકે, બપોરના 2 વાગ્યા પછી મેઘરાજાએ આક્રમક મૂડમાં સટાસટી બોલાવતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા.ધોધમાર વરસાદને પગલે શહેરના તમામ માર્ગો અને વિસ્તારમાં નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં હતા.

- text

આજે મોરબી નગરપાલિકા કચેરી ખાતે નોંધાયેલા વરસાદના આકડા મુજબ સવારે 8 થી 12 દરમ્યાન 20 મીમી, બપોરે 12 થી 2 દરમ્યાન 27 મીમી અને બપોરે 2 થી 4 દરમ્યાન 30 મીમી અને આજનો સાંજના ચાર વાગ્યા સુધીનો કુલ 77 મીમી વરસાદ નોંધાયો હતો.

- text