વઘાસીયા ટોલનાકા પાસે કારચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માત

- text


વાંકાનેર : ગઈકાલે તા. 14ના રોજ વાંકાનેરના વઘાસીયા ગામમાં ટોલનાકા પાસે ઇનોવા કાર નં.GJ-36-F-0305ને આગળ-પાછળનું ધ્યાન રાખ્યા વગર રીવર્સમાં ચલાવી CNG રીક્ષા નં.GJ-36-U-3974 ના મોરાના ભાગે ભટકાડી દીધી હતી. આથી રિક્ષાચાલક રમેશભાઇ મગનભાઇ પરમારને હાથે, પગે, કપાળે, મોઢાના ભાગે, દાઢીના ભાગે ઇજા પહોંચી હતી. ઇનોવા કારચાલક અકસ્માત સર્જી કાર સાથે નાશી ગયો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text