મોરબીની ઘાચી શેરીમાં યુવાનની હત્યા

- text


પાડોશી વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હત્યામાં પલટાયો : પોલીસ ઘટના સ્થળે

મોરબી : મોરબીની ઘાંચી શેરીમાં રાત્રે યુવાનની હત્યા થઈ હોવાનો બનાવ નોંધાયો છે. જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. જ્યારે હોસ્પિટલમાં પણ યુવાનના સગાસબંધી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની ઘાચી શેરીમાં રહેતા બે પાડોશીઓ અનીશભાઈ રફીકભાઈ પીઠડિયા ઉ.વ.26 અને જબીરભાઈ સીદીકભાઈ પીલુડિયા વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી પણ થઈ હતી. જેમાં તિક્ષણ હથિયાર વડે અનીશભાઈ રફીકભાઈ પીઠડીયા ઉપર હુમલો થયો હોય તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

જો કે હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ અનીશભાઈનું મોત નીપજ્યું છે. આમ મારામારીનો બનાવ હત્યામાં પલટયો છે. આ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ હાથ ધરી છે. બીજી તરફ સ્થાનિકો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે આ માથાકૂટ મોટરસાયકલ પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે થઈ હતી. જેનું કરુણ અંજામ આવ્યું છે. વધુમાં યુવાનનું મોત નિપજતા હોસ્પિટલની બહાર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

- text