મોરબીના રવાપર ગામે સરકારી જમીનમાં દબાણ કરનાર સામે ફરિયાદ નોંધાઇ

- text


સીટી મામલતદાર કચેરીના કર્મચારીએ કાલિકા પ્લોટના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના રવાપર ગામે સરકારી જમીનમાં કાલિકા પ્લોટમાં રહેતા શખ્સે ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કર્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં કાલિકા પ્લોટના શખ્સે કિંમતી સરકારી જમીન પચાવી પાડવા માટે આ કારસ્તાન કર્યાની મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી પરેશભાઈ રણમલભાઈ ગંભીરએ મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ બાવા અહેમદરશાહ મસ્જિદની બાજુમાં રહેતા દાઉદ મહમદભાઈ પલેજા સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.6/12/2018 થી તા.18/7/2020 દરમિયાન આરોપીએ રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે પ્રવેશ મેળવીને બાંધકામ કરીને દબાણ કર્યું હતું.

જોકે અગાઉ પણ રવાપર ગામની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું. આ મામલો ધ્યાને આવતા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા જે તે વખતે રવાપરની સરકારી જમીનમાં થયેલા દબાણને હટાવી દેવામાં આવ્યું હતું અને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. ત્યારે ફરી રવાપરની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરતા અંતે મામલતદાર સ્ટાફે ફોજદારી કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text