મોરબી જિલ્લામાંથી જાહેરનામાનો ભંગ કરતા 27 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

- text


મોરબી : અનલોક 2.0 દરમ્યાન લાગુ થયેલા રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા કુલ 27 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી એ ડીવી પો. સ્ટે વિસ્તારના સિપાઈવા મેઈન રોડ પરથી 2, સાવસર પ્લોટમાંથી 1 સામે કોઈ જરૂરી કામ વગર રાત્રે 10 વાગ્યા બાદ બહાર નીકળવા બદલ તથા મોરબી રેલવે સ્ટેશન રોડ પર 2 મોબાઈલની દુકાનો, 1 રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાન, તથા 1 ટાયરની દુકાનના માલિક સામે મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખવા બદલ કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

જયારે મોરબી સીટી બી ડીવી પો. સ્ટે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસેથી 1, માળીયા ફાટક પાસેથી 2, વીશીપરા શંકર આશ્રમરોડ પરથી 1, સામે બિનજરૂરી રાત્રે 10 વાગ્યા બાદ હરવા-ફરવા પર તથા નજરબાગ રેલવે સ્ટેશન સામે 1 પાનની દુકાન ધારક, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે , જુના ઘૂંટુરોડ સ્વાગત ચેમ્બર પાસેથી 1 અને ઈન્દીરાનગર પ્રાથમિક શાળા પાસેથી 1 દુકાનદાર સામે રાત્રે 8 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખવા સબબ કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રફાળેશ્વર પાસે મોડે સુધી ગેરેજ ખુલ્લું રાખવા બદલ 1 સામે જાહેરનામા ઉલ્લંધન બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. જયારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જીનપરા વિસ્તારમાંથી 2, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઢૂંવા ચોકડી નજીકથી 1, ઢૂંવા-માટેલ રોડ પરથી 1, કોઠીગામના બસ સ્ટેન્ડ પાસેથી ચાની લારી મોડે સુધી ખુલ્લી રાખતા 2, અને તીથવા ગામે રાત્રે 8 વાગ્યા બાદ ગોળાની દુકાન ખુલ્લી રાખવા બદલ 1 સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માળીયા મી.માં વાગડીયા ઝાંપા પાસેથી 2, અને ટંકારાના હરબટિયાળી ગામ પાસેથી 1 નાગરિકને મોડી રાત્રે કોઈ ખાસ કામ વગર બહાર નીકળવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ તમામ સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ મોરબી જિલ્લામાંથી મંગળવારે રાત્રે કુલ 27 નાગરિકો સામે જાહેરનામા ઉલ્લંધન બાબતે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.

- text