ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે : ગડારા

- text


ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત કરી હતી. જેથી, સતાવાર મંજૂરી મળી જતા હવે ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે.

- text

ટંકારા મુકામે નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માં ફાળવેલ બજેટેડ કામોમાં ટંકારા મુકામે નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીનો સમાવેશ કરી આ કામગીરી માટે એજન્સી ફાઇનલ થયેલ હોય એજન્સીને કાર્ય હુકમ આપવામાં આવ્યો છે. જેથી, ટૂંક સમયમાં ટંકારામાં મુસાફરલક્ષી સુવિધાઓ સહિત નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

- text