સોમવાર(12.20pm) : મોરબીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, કુલ કેસ થયા 175

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન 9 કેસ નોંધાયા બાદ આજે સોમવારે બપોરે 12 વાગ્યા બાદ એક કોરોના પોઝિટિવ કેસ જાહેર થયો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા 175 થઈ ગઈ છે.

- text

સોમવારે જાહેર થયેલા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના ભવાની ચોકમાં રહેતા 56 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. તેઓનો રિપોર્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. દર્દીના નામની માહિતી હજુ જાણવા મળેલ નથી. જ્યારે સોમવારના આ એક નવા કેસ સાથે મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 175 થઈ ગયો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text