મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ઘરે પરત ફર્યા

- text


 

કુલ 183 કેસમાંથી 102 દર્દીઓ થયા સાજા, હાલ 70 કેસ એક્ટિવ

મોરબી : મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતીને ઘરવાપસી કરી છે. આમ જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 102એ પહોંચી ગઈ છે. જ્યારે હજુ 70 દર્દીઓ આઇસોલેટ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યા છે.

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 9 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેની સામે 11 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. મોરબીમાં સાવસર પ્લોટના 83 વર્ષીય પુરુષ ચંદ્રેશનગરના 37 વર્ષીય પુરુષ, જુના મકનસરના 26 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર શ્રી રામ વિજય સોસાયટીના 55 વર્ષીય મહિલા અને 57 વર્ષીય પુરુષ તેમજ હળવદના નાના ધનાળાના 50 વર્ષીય મહિલા, 30 વર્ષીય પુરુષ, ધનાળાના દરગાહ પાસેના 60 વર્ષીય પુરુષ, રબારીવાસની 9 વર્ષીય બાળકી તથા ટંકારાના 23 વર્ષીય પુરુષ અને નેકનામના 60 વર્ષીય મહિલા રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

- text

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 183 પોઝિટિવ કેસો નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 102 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ 70 દર્દીઓ સારવાર હેઠળ છે.

- text